ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સંસદના બંને ગૃહોમાં આજે રાષ્ટ્રપતિ અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે ચર્ચા થઈ

સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિ અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે ચર્ચા થઈ હતી. ભારતીય જનતાપક્ષના સાંસદ અનુરાગ ઠાકુરે ચર્ચામાં ભાગ લેતા પાછલા દસ વર્ષોની સરકારની સિદ્ધિઓનાવખાણ કર્યા. શ્રી ઠાકુરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાંસરકારે અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા, તેમજ લોકોના કલ્યાણ અર્થે અનેક પગલાં લીધા છે.. તેમણે કહ્યું કે 25 કરોડલોકોને ગરીબીમાંથી ઉગારવામાં આવ્યા, તેમજ 80 કરોડ લોકોને મફતઅનાજ આપવામાં આવ્યું. ભાજપના સાંસદબાંસૂરી સ્વરાજે કહ્યું કે ખેડૂતોનું કલ્યાણ અને મહિલા સશક્તિકરણ સરકારનીપ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે,પ્રધાનમંત્રી કિસાન સમ્માનનિધિ યોજના અંતર્ગતઅત્યાર સુધી ખેડૂતોને ત્રણ લાખ કરોડથી વધારેની સહાય વિતરણકરાઈ છે. આ પૂર્વે ગૃહનીકાર્યવાહી શરૂ થતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નીટ પરીક્ષામાં કથિત ગેરરીતિનોમુદ્દો ઉઠાવ્યો હતો. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે સંસદનીકાર્યવાહી નિયમો અને પરંપરા આધારિત હોય છે. તેમણે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવદરમિયાન અન્ય ચર્ચા ન કરવા વિપક્ષને કહ્યું હતું. જે  બાદ વિપક્ષીસાંસદોએ નીટ મુદ્દે ગૃહમાંથી વૉકઆઉટ કર્યું હતું. રાજ્યસભામાં બોલતાકૉંગ્રેસના નેતા મલ્લિકર્જન ખડગેએ કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણમાં ગરીબ, દલિત અને અલ્પસંખ્યકો માટે કંઈ જ નહતું. તેમણે પેપર લીક, રેલવે દુર્ઘટના,જમ્મુ કાશ્મીરમાં આંતકી હુમલા સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આ પૂર્વે બંને ગૃહોએ ટી20 વિશ્વકપ જીત બદલ ટીમઇન્ડિયાને શુભેચ્છા પાઠવી હતી.
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચર્ચામાં ભાગ લેતા નીટ પરીક્ષામાં ગેરરીતિ, અગ્નિવીર યોજના, મણીપુરમાંઅશાંતિ, વધતી મોંઘવારી અનેખેડૂતો સહિતના મુદ્દા ઉઠાવ્યા. દરમિયાન રાહુલગાંધીએ હિન્દુ સમુદાય વિશે કરેલા નિવેદન સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેગૃહમંત્રી અમિત શાહે વિરોધ નોંધાવ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યુંકે સમગ્ર હિન્દુ સમુદાયને હિંસક કહેવું ગંભીર છે. ગૃહમંત્રીએ વાંધાનજક નિવેદન બદલ રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ એમ કહ્યું હતું. હોબાળો થતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએસાંસદોને મર્યાદા જાળવવા માટે ટકોર કરી હતી.