સંસદના બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા છે.
આ સાથે, આજે 19 દિવસનું શિયાળુ સત્ર પૂર્ણ થયું. સૌપ્રથમ, લોકસભાને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી, ત્યારબાદ રાજ્યસભાને પણ સ્થગિત કરવામાં આવી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમના સમાપન ભાષણમાં જણાવ્યું કે સત્ર દરમિયાન કુલ 15 બેઠકો યોજાઈ હતી અને ગૃહની કાર્યવાહી આશરે 111 ટકા થઇ છે. તેમણે ગૃહની સુગમ કામગીરી સુનિશ્ચિત કરવામાં સહકાર આપવા બદલ તમામ સભ્યોનો આભાર પણ માન્યો.
રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને જણાવ્યું કે ગૃહે લગભગ 92 કલાક કામ કર્યું અને 121 ટકા કાર્યવાહી કરાઇ છે. તેમણે જણાવ્યું કે સત્ર દરમિયાન 59 ખાનગી બિલ રજૂ કરવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે સત્રમાં ઐતિહાસિક અને લોકશાહી મહત્વના મુદ્દાઓ પર ઉચ્ચ ગુણવત્તાની ચર્ચા કરાઇ હતી તેમજ ચૂંટણી સુધારાઓ પર પણ ચર્ચા થઈ.
Site Admin | ડિસેમ્બર 19, 2025 2:00 પી એમ(PM)
સંસદના બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરાયા- આ સાથે સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ.