સંસદના બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા અને વર્તમાન સાંસદ શિબુ સોરેનને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. બીજી તરફ, બિહારમાં ખાસ સઘન સમીક્ષા કવાયત પર વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી.
પહેલા મુલતવી રહ્યા પછી ચર્ચા માટે બપોરે 2 વાગ્યે જ્યારે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે વિપક્ષી પક્ષો સઘન સમીક્ષા કવાયત પર ચર્ચાની માંગણી સાથે ગૃહની મધ્યમાં આવી ગયા હતા.
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષી સાંસદોના હોબાળા પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે વિપક્ષ દ્વારા ગૃહમાં હોબાળો કરવો અને કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવી યોગ્ય નથી.
Site Admin | ઓગસ્ટ 4, 2025 8:18 પી એમ(PM)
સંસદના બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત
