સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજે વિવિધ મુદ્દાસર દિવસભર માટે સ્થગિત કરવામાંઆવી હતી. મુખ્ય વેપારી જૂથ સામે કથિત લાંચના આક્ષેપો અને અગ્રણી અમેરિકન સંસ્થાસાથે કોંગ્રેસના નેતાઓના કથિત સંબંધોને લઈને શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ગૃહમાં હોબાળો થયો હતો. લોકસભાની કાર્યવાહી ત્રણ વખત મોકૂફ રાખવામાં આવી હતી.કોંગ્રેસ, ડીએમકે અને અન્ય વિપક્ષી પક્ષોએ એક મોટા વેપારીજૂથ સામે કથિત લાંચના આરોપો અને અન્ય મુદ્દાઓ પર હોબાળો કર્યો., લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે પ્રશ્નકાળ મહત્વપૂર્ણ છે અનેપ્રશ્નકાળ દરમિયાન અન્ય કોઈ મુદ્દો ઉઠાવી શકાય નહીં. તેમણે વિરોધ કરી રહેલાસભ્યોને ગૃહને કામકાજ કરવા દેવા વિનંતી કરી, પરંતુ ધમાલ ચાલુરહી હતી. રાજ્યસભામાં પણ આવો જ હંગામો જોવા મળ્યો હતો. શાસક પક્ષઅને વિરોધ પક્ષ વચ્ચે વાદ-વિવાદ થયો, જેના કારણે રાજ્યસભાની કાર્યવાહી ત્રણ વખત સ્થગિત કરવી પડી. ગૃહના નેતાજેપી નડ્ડાએ કોંગ્રેસ પર રાષ્ટ્રીય સુરક્ષાને નબળી કરવાનો આરોપ લગાવ્યો. તેમણેકહ્યું કે કોંગ્રેસ પાર્ટી દેશમાં અસ્થિરતા ફેલાવવા માંગે છે. તેમણે કોંગ્રેસનાનેતાઓ અને અમેરિકા સ્થિત જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન અને એશિયા-પેસિફિકમાંડેમોક્રેટિક લીડર્સ ફોરમ વચ્ચેના કથિત સંબંધો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.. આઆરોપોનું ખંડન કરતાં ગૃહમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ભારતીય જનતા પાર્ટીપર આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓએ અંગ્રેજોને સમર્થન આપ્યું છે. અધ્યક્ષ જગદીપધનખડે કહ્યું કે દેશની અખંડિતતા અને સંપ્રભુતા ગૃહમાટે પવિત્ર છે. તેમણે કહ્યું કે સંસદે દેશ વિરુદ્ધ ઉપયોગમાં લેવાતી આવી શક્તિઓસામે એક અવાજે બોલવું જોઈએ.
Site Admin | ડિસેમ્બર 9, 2024 7:52 પી એમ(PM)
સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજે વિવિધ મુદ્દાસર દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી
