વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષના સભ્યોના હોબાળા વચ્ચે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થઈ, ત્યારે અધ્યક્ષ ઓમ બિરલાએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અવકાશ કેન્દ્રથી નાસા-ઇસરો સિન્થેટિક એપર્ચર રડાર-નિસાર ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ બદલ અવકાશ વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા
અગાઉ, શ્રી બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિરોધી દળના સભ્યોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા અને બિહારમાં વિશેષ સઘન સમીક્ષાને પરત ખેંચવાની માંગણી કરીને વેલમાં ધસી ગયા. વિપક્ષના સભ્યોએ વિરોધ યથાવત્ રાખતા ગૃહ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાયું.
રાજ્યસભાએ નિસાર ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન પણ આપ્યા. ત્યારબાદ, ઉપાધ્યક્ષે શૂન્ય કાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષનો વિરોધના કારણે ઉપસભાપતિએ ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કર્યું.
Site Admin | જુલાઇ 31, 2025 2:34 પી એમ(PM)
સંસદના બંને ગૃહોએ ઇસરો અને નાસા દ્વારા નિસાર ઉપગ્રહના સફળ પ્રક્ષેપણની પ્રશંસા કરી
