ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 20, 2025 1:29 પી એમ(PM)

printer

સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારની તમામ પક્ષો સાથે સર્વપક્ષિય બેઠક

સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક સંસદ ભવન પરિસર ખાતે ચાલી રહી છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ આ બેઠકમાં હાજરી આપી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભામાં ગૃહના નેતા જગત પ્રકાશ નડ્ડા, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ, સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ અને ડૉ. એલ. મુરુગન આ બેઠકમાં હાજર છે. આ ઉપરાંત, કોંગ્રેસ તરફથી ગૌરવ ગોગોઈ અને પ્રમોદ તિવારી, એનસીપી-એસસીપી તરફથી સુપ્રિયા સુલે, ડીએમકેના તિરુચી શિવા, સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ અને ડીએમકેના ટીઆર બાલુ આ બેઠકમાં હાજર છે.
આ બેઠક દરમિયાન, સરકાર સંસદના બંને ગૃહોની કામગીરી સુચારુ રીતે થાય તે માટે તમામ રાજકીય પક્ષોનો સહયોગ માંગશે. સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે જે 21 ઓગસ્ટ સુધી ચાલશે. આ સત્ર દરમિયાન, બંને ગૃહોની કુલ 21 બેઠકો યોજાશે.
સત્ર દરમિયાન, જન વિશ્વાસ (સુધારા) વિધેયક 2025, રાષ્ટ્રીય રમતગમત શાસન વિધેયક 2025 અને મર્ચન્ટ શિપિંગ બિ, 2024 સહિતના મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરાય તેવી શક્યતા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.