સંસદના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે જે 21 ઓગસ્ત સુધી ચાલશે.
આજે સવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં આઠ ભૂતપૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે પહેલગામ આતંકવાદી હુમલા અને એર ઇન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના પીડિતોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપરાંત વિવિધ રાજ્યોમાં કુદરતી આફતોમાં થયેલા જાનમાલના નુકસાન પર દુઃખ વ્યક્ત કરાયું હતું.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને સભ્યોએ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની સફળ સફર બદલ અભિનંદન આપ્યા હતા. બાદમાં પ્રશ્નકાળ શરૂ થતાં કોંગ્રેસ, સપા, ડીએમકે અને અન્ય વિપક્ષી સભ્યોએ વિવિધ મુદ્દાઓ પર સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. દરમિયાન ઓપરેશન સિંદૂર પર ચર્ચા સહિત વિવિધ મુદ્દે વિપક્ષી સભ્યો દ્વારા સૂત્રોચ્ચાર કરાતાં લોકસભાની કાર્યવાહી પ્રથમ બપોરે 12 વાગ્યા સુધી બાદમાં બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
રાજ્યસભામાં પણ સ્વર્ગસ્થ સભ્યોને શ્રદ્ધાંજલિ બાદ પ્રશ્નકાળ શરૂ થતાં વિવિધ પક્ષો દ્વારા સૂત્રોચ્ચાર કરાયા હતા.દરમિયાન વિવિધ મુદ્દાઓ પર વિપક્ષી સભ્યો દ્વારા કરવામાં આવેલા નારાબાજી વચ્ચે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
Site Admin | જુલાઇ 21, 2025 1:21 પી એમ(PM)
સંસદના ચોમાસુ સત્રના આરંભે પહલગામ આતંકવાદી હુમલો અને અમદાવાદની વિમાનની દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરાયું.
