સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થયું. વિપક્ષના હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભા સ્થગિત કરવામાં આવી. વિપક્ષના સભ્યો પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પર તાત્કાલિક ચર્ચાની માંગ કરી રહ્યા હતા.
સાંજે 4 વાગ્યે ત્રીજી વખત સ્થગિત થયા પછી ગૃહની બેઠક મળતાં જ કોંગ્રેસ, ડીએમકે, સમાજવાદી પાર્ટી અને અન્ય વિપક્ષી દળો સહિતના વિરોધ પક્ષોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા. પ્રમુખ અધિકારીએ વિરોધ કરી રહેલા સભ્યોને ગૃહને કાર્યરત રહેવા દેવા વિનંતી કરી અને કહ્યું કે સરકાર ચર્ચા માટે તૈયાર છે અને સૂચિબદ્ધ કાયદાઓ પર ચર્ચા થવી જોઈએ. ઘોંઘાટ વધતાં અધ્યક્ષે ગૃહને આવતીકાલ સુધી સ્થગિત કરી દીધું. દરમિયાન રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ જેપી નડ્ડાએ કહ્યું કે સરકાર ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા તૈયાર છે.
Site Admin | જુલાઇ 21, 2025 7:52 પી એમ(PM)
સંસદના ચોમાસું સત્રનો આજથી પ્રારંભ – વિપક્ષના હોબાળા વચ્ચે બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત
