ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 30, 2025 7:48 પી એમ(PM) | સંસદ

printer

સંસદના આવતીકાલથી શરૂ થનારા અંદાજપત્ર સત્ર પહેલા આજે સર્વપક્ષીય બેઠક યોજાઈ

સંસદના આવતીકાલથી શરૂ થનારા અંદાજપત્ર સત્ર પહેલા આજે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. સંસદ ભવન પરિસરમાં યોજાયેલી બેઠકમાં સરકારે સત્રના યોગ્ય સંચાલન માટે તમામ રાજકીય પક્ષના સહયોગની અપીલ કરી હતી. બેઠક બાદ માધ્યમો સાથેના સંવાદમાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અંદાજપત્ર સત્રના પહેલા દિવસે આવતીકાલે સંસદના બંને ગૃહને સંયુક્તપણે સંબોધિત કરશે.
(બાઈટઃ કિરેન રિજિજૂ,કેન્દ્રીય મંત્રી)
શ્રી રિજિજૂએ જણાવ્યું કે, સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાની સાથે અંદાજપત્ર પર પણ ચર્ચા થશે, જે 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. તેમણે કહ્યું, સંસદમાં પહેલાથી જ 16 ખરડા અને 19 કાર્ય સૂચિબદ્ધ છે.