ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 9, 2025 1:34 પી એમ(PM)

printer

સંસદના અંદાજપત્ર સત્રના બીજા તબક્કાનો આવતીકાલથી પ્રારંભ થશે.

સંસદના અંદાજપત્ર સત્રના બીજા તબક્કાનો આવતીકાલથી પ્રારંભ થશે, જે ચાર એપ્રિલ સુધી ચાલશે. દરમિયાન ગૃહની 20 બેઠક યોજાશે અને વર્ષ 2024-25 માટે અનુદાનની માગ અને વિનિયોગ વિધેયક પર ચર્ચા અને મતદાન પણ થશે. આ ઉપરાંત બેન્કિંગ કાયદા સુધારા વિધેયક, કૉસ્ટલ શિપિંગ બિલ 2024, ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય વિધેયક, રેલવે સુધારા વિધેયક સહિતના અનેક કાયદાકીય કાયદાઓ પર ચર્ચા કરાશે અને તેને પસાર કરાશે.
અંદાજપત્ર સત્રનું પહેલું સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી યોજાયું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સંસદના બંને ગૃહને સંબોધિત કર્યાં હતાં અને નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કર્યું હતું. પહેલા તબક્કામાં લોકસભામાં 112 ટકા કામ થયું હતું.