ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 20, 2024 3:14 પી એમ(PM)

printer

સંસદનાં બંને ગૃહો અનિશ્ચિતકાળ માટે સ્થગિત

આજે લોકસભાની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. આજે સવારે જ્યારે ગૃહની બેઠક મળી ત્યારે વિપક્ષી સભ્યોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડૉ.બી.આર. આંબેડકર પરના નિવેદન પર સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.
હંગામા વચ્ચે, સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને નિયમોનું કડક પાલન કરવા અને સંસદના કોઈપણ ગેટ પર વિરોધ કરવાથી દૂર રહેવા વિનંતી કરી. તેમણે કોઈપણ ગેરશિસ્ત આચરવાના કિસ્સામાં કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સંસદની ગરિમા જાળવવી એ તમામ સભ્યોની સામૂહિક જવાબદારી છે.
દિવસ દરમિયાન, વન નેશન વન ઇલેક્શન સંબંધિત બે બિલ સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યા હતા. બાદમાં તેમણે ગૃહની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે મુલતવી રાખી હતી. બીજીતરફ રાજ્યસભાની કામગીરીને પણ અનિશ્ચિતકાળ માટે સ્થિગત કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.