સંસદનાં ચોમાસા સત્રનો આજથી પ્રારંભ થયો. આગામી 21 ઓગસ્ટ સુધી ચાલનારા સત્રમાં કુલ 21 બેઠક મળશે. ઓપરેશન સિંદૂર પછી આ પહેલું સંસદ સત્ર છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું સત્ર દરમિયાન મહત્વનાં કાયદાકીય અને અન્ય કાર્યો હાથ ધરાશે. સત્ર દરમિયાન જન વિશ્વાસ (સુધારા) વિધેયક – 2025, રાષ્ટ્રીય રમતગમત શાસન વિધેયક – 2025 અને મર્ચન્ટ શિપિંગ વિધેયક – 2024 સહિત મહત્વનાં વિધેયક રજૂ કરાશે.
દરમિયાન રાજ્યમાં ગત પાંચ વર્ષમાં 37 લાખ 56 હજાર 390 સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો-MSME નવી નોંધણી થઈ છે. સંસદના ચોમાસું સત્રના પહેલા દિવસે આજે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કરેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય MSME રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ ગૃહમાં આ માહિતી આપી. તેમણે કહ્યું આત્મનિર્ભર ભારત ભંડોળ દ્વારા 50 હજાર કરોડનો મૂડી ઉમેરો કરાયો છે. MSMEની સ્થિતિમાં સુધારો થાય તે માટે બિન-કરવેરા લાભ 3 વર્ષ માટે લંબાવાયા છે.
સંસદનાં બંન્ને ગૃહ આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરાયાં.
Site Admin | જુલાઇ 21, 2025 7:22 પી એમ(PM)
સંસદનાં ચોમાસા સત્રનો આજથી પ્રારંભ.