કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે મિથિલાની ધરતી જ્ઞાન, અનુષ્ઠાન અને અનુસંધાનની ધરતી છે. ગુજરાતનાં ગાંધીનગરમાં આયોજિત શાશ્વત મિથિલા મહોત્સવ 2025માં શ્રી શાહે આમ જણાવ્યું હતું. શ્રી શાહે ઉમેર્યું કે સંવાદથી સમાધાનની પરંપરા મિથિલાંચલમાં સ્થાપિત થઈ હતી.
શ્રી શાહ ગાંધીનગર ખાતે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તેમજ કેન્દ્ર સરકારના કોમન સર્વિસ સેન્ટર વચ્ચે MoU પર હસ્તાક્ષર તેમજ પેરા હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ્સ સેન્ટરના શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી શાહે 325 કરોડ રૂપિયાના રોકાણ સાથેનું આ પેરા હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ્સ સેન્ટર સમગ્ર દેશમાં માત્ર ગાંધીનગરમા છે.
Site Admin | માર્ચ 9, 2025 7:50 પી એમ(PM) | ગૃહમંત્રી અમિત શાહે
સંવાદથી સમાધાનની પરંપરા મિથિલાંચલે આંરભી હોવાનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે શાશ્વત મિથિલા મહોત્સવના ઉદઘાટન પ્રસંગે કહ્યું હતું
