સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે નવી દિલ્હીમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહને ભારતીય વાયુસેનાની ક્ષમતા વૃદ્ધિ માટેની સશક્ત સમિતિનો અહેવાલ રજૂ કર્યો. સમિતિએ મુખ્ય ક્ષેત્રોને તારવી અને l.A.F.ના ઇચ્છિત ક્ષમતા વૃદ્ધિ લક્ષ્યોની પ્રાપ્તિ માટે ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના અમલીકરણ માટે ભલામણો કરી છે. આ અહેવાલમાં એરોસ્પેસ ક્ષેત્રમાં ‘આત્મનિર્ભરતા’ને વધારવા માટે પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂકાયો છે. શ્રી રાજનાથ સિંહે સશક્ત સમિતિના કાર્યની પ્રશંસા કરી અને ભલામણોનું સમયબદ્ધ રીતે પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો.
Site Admin | માર્ચ 4, 2025 9:38 એ એમ (AM)
સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે નવી દિલ્હીમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહને ભારતીય વાયુસેનાની ક્ષમતા વૃદ્ધિ માટેની સશક્ત સમિતિનો અહેવાલ રજૂ કર્યો.