સંરક્ષણ સંપાદન પરિષદ-DAC એ સશસ્ત્ર દળોની ક્ષમતાઓ વધારવા માટે 79 હજાર કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી આપી છે. આજે નવી દિલ્હીમાં સંરક્ષણ સંપાદન પરિષદની બેઠકની અધ્યક્ષતા કરતા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ત્રણેય સેવાઓના આ પ્રસ્તાવો માટે જરૂરિયાતની સ્વીકૃતિ- AoN મંજૂર કરી.
સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે, AoN ને વિવિધ સંરક્ષણ પ્રણાલીઓની ખરીદી માટે મંજૂરી આપવામાં આવી હતી, જેમાં આર્ટિલરી રેજિમેન્ટ્સ માટે લોઈટર મુનિશન સિસ્ટમ, હળવા વજનના રડાર, પિનાકા મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ માટે લાંબા અંતરના રોકેટ અને ભારતીય સેના માટે સંકલિત ડ્રોન ડિટેક્શન એન્ડ ઇન્ટરડિક્શન સિસ્ટમ એમ. કે.-2 સામેલ છે.
Site Admin | ડિસેમ્બર 29, 2025 7:54 પી એમ(PM)
સંરક્ષણ સંપાદન પરિષદે સશસ્ત્ર દળોની ક્ષમતાઓ વધારવા 79 હજાર કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી આપી