સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે જણાવ્યું છે કે 1971ના યુદ્ધમાં સેવા આપનારા નિવૃત્ત સૈનિકો આપણા સશસ્ત્ર દળોની તાકાત છે. નવમા સશસ્ત્ર દળો પૂર્વ સૈનિક દિવસ પ્રસંગે શ્રી સેઠે મુંબઈના ગૌરવ સ્તંભ પર પુષ્પાંજલિ અર્પણ કરી ભૂતપૂર્વ સૈનિકો ભારતનું ગૌરવ ગણાવ્યું. તેમણે કહ્યું કે સરકાર ભૂતપૂર્વ સૈનિકોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને છેલ્લા દસ વર્ષમાં ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ માટે 1 લાખ 24 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચારસોથી વધુ ભૂતપૂર્વ સૈનિકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી પણ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 14, 2025 7:07 પી એમ(PM)
સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે જણાવ્યું છે કે 1971ના યુદ્ધમાં સેવા આપનારા નિવૃત્ત સૈનિકો આપણા સશસ્ત્ર દળોની તાકાત છે.
