જાન્યુઆરી 14, 2026 8:12 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, નિવૃત્ત સૈનિકો રાષ્ટ્રીય ચેતનાના જીવંત સ્તંભો અને આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે નિવૃત્ત સૈનિકો રાષ્ટ્રીય ચેતનાના જીવંત સ્તંભો, સામૂહિક હિંમતના પ્રતીકો અને આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. આજે નવી દિલ્હીમાં સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિક દિવસ નિમિત્તે શ્રી સિંહે કહ્યું કે નિવૃત્ત સૈનિકો રાષ્ટ્ર નિર્માણના દરેક મોરચે યોગદાન આપે છે અને શિસ્ત, નેતૃત્વ અને હિંમત જેવા ગુણો સાથે સમાજને માર્ગદર્શન આપે છે.
શ્રી સિંહે નિવૃત્ત સૈનિકો માટે ગૌરવપૂર્ણ અને સુરક્ષિત જીવન સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.