સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં 10મા સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિકો દિવસની ઉજવણી કરશે.ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ, ફિલ્ડ માર્શલ કેએમ કરિયપ્પાના વારસા અને સેવાને માન આપવા માટે દર વર્ષે 14 જાન્યુઆરીએ સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિકો દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે 1953માં આ દિવસે નિવૃત્ત થયા હતા.ફિલ્ડ માર્શલ કે.એમ. કરિયપ્પા ભારતીય લશ્કરી ઇતિહાસમાં એક ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ છે. તેમણે સેવા, શિસ્ત અને દેશભક્તિના મજબૂત વારસાનો પાયો નાખ્યો. આ દિવસ દેશભરમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 34 રાજ્ય સૈનિક બોર્ડ અને સમગ્ર ભારતમાં 434 જિલ્લા સૈનિક બોર્ડ દ્વારા વિવિધ સ્થળોએ ઉજવવામાં આવશે.
Site Admin | જાન્યુઆરી 14, 2026 9:08 એ એમ (AM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં 10માં સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિકો દિવસની ઉજવણી કરશે