જાન્યુઆરી 3, 2026 9:21 એ એમ (AM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં ઉચ્ચ શિક્ષિત વ્યક્તિઓ અને વ્યાવસાયિકોની સંડોવણી પર ચિંતા વ્યક્ત કરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે ઉચ્ચ શિક્ષિત વ્યક્તિઓ અને જાણીતા વ્યવસાયોમાં કામ કરતા લોકો, રાષ્ટ્ર વિરોધી અને સમાજ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે. ઉદયપુરમાં એક કોલેજના સ્થાપના દિવસ સમારોહને સંબોધિત કરતાં શ્રી સિંહે જણાવ્યું કે શિક્ષણની સાથે ચારિત્ર્ય નિર્માણ અને નૈતિક વિચારસરણી મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું કે જો કોઈ વ્યક્તિમાં માનવીય મૂલ્યો અને રાષ્ટ્ર પ્રત્યે પ્રતિબદ્ધતાનો અભાવ હોય તો માત્ર ઉચ્ચ શિક્ષણ પૂરતું નથી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.