સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે સરહદ માર્ગ સંસ્થા-BRO દ્વારા બનાવવામાં આવેલા 7 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં શ્યોક ટનલ સહિત 125 વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે આ માળખાગત પ્રોજેક્ટ્સ ભારતીય સેના અને BRO ના સર્વોચ્ચ બલિદાનને યાદ કરવા માટે સમર્પિત છે જેમણે રાષ્ટ્ર માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. BRO ની પ્રશંસા કરતા મંત્રીએ કહ્યું કે શ્યોક ટનલ પ્રદેશના વિકાસ તરફ દોરી જશે, પર્યટન અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે અને પરિવહનમાં મદદ કરશે.
Site Admin | ડિસેમ્બર 7, 2025 2:05 પી એમ(PM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે 7 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 125 માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું