સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી આન્દ્રે બેલોસોવ આજે નવી દિલ્હીમાં 22મી ભારત-રશિયા આંતર-સરકારી આયોગ પર લશ્કરી અને લશ્કરી-તકનીકી સહકાર મંત્રીસ્તરીય બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન, બંને નેતાઓ સંરક્ષણ ક્ષેત્રમાં ભારત અને રશિયા વચ્ચેના બહુપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા કરશે. તેઓ પરસ્પર હિતના સમકાલીન પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કરશે.
મુલાકાત દરમિયાન, શ્રી બેલોસોવ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરશે અને ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે.
Site Admin | ડિસેમ્બર 4, 2025 8:00 એ એમ (AM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત