ડિસેમ્બર 2, 2025 7:17 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આગામી દોઢ વર્ષમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આગામી દોઢ વર્ષમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા અંતર્ગત વડોદરાના સાધલી ખાતે યોજાયેલી સરદાર ગાથા કાર્યક્રમમાં સંબોધન કરતા શ્રી સિંઘે જણાવ્યું, સરદાર પટેલે ભારતને આઝાદ કરાવવામાં અને તેની એકતા-અખંડિતતા સુરક્ષિત રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
સરદાર પટેલના ‘રાષ્ટ્રપ્રથમ’ના મુખ્ય મૂલ્ય પર પ્રકાશ પાડતા શ્રી સિંઘે કહ્યું, તેમના નેતૃત્વ હેઠળ જ ‘પૂર્ણ સ્વરાજ’ – સંપૂર્ણ સ્વરાજ્યની વિભાવના સૌપ્રથમ વ્યાખ્યાયિત કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું બ્રિટિશ સરકાર દ્વારા કર વધારવાના વિરોધમાં સરદાર પટેલના આંદોલન બાદ જ બારડોલીની મહિલાઓએ તેમને ‘સરદાર’નું બિરુદ આપ્યું હતું.
સરદાર પટેલેની 150મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં યોજાયેલા આ કાર્યક્રમાં પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.