સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ભારપૂર્વક જણાવ્યું કે, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દરેક રાજકીય નેતા માટે પ્રેરણાસ્ત્રોત છે. વડોદરાના સાડલી ગામમાં સરદાર ઍટ 150 યુનિટી માર્ચ સરદાર યાત્રા નિમિત્તે યોજાયેલા સરદાર ગાથા કાર્યક્રમને સંબોધતા શ્રી સિંઘે કહ્યું, જ્યારે રાજકીય નેતૃત્વ લોકોમાં વિશ્વસનીયતા ગુમાવી રહ્યું હતું. તેવા સમયે વર્તમાન સરકારે પડકાર ઝીલ્યો અને સરદાર પટેલના મૂલ્યોનું પાલન કરીને લોકોનો વિશ્વાસ સફળતાપૂર્વક પરત મેળવ્યો.
શ્રી સિંઘે અખંડ ભારતના શિલ્પી અને દેશી રજવાડાઓને એકીકૃત કરવાના મુશ્કેલ કાર્યને પૂર્ણ કરવાનો શ્રેય સરદાર પટેલને આપ્યો. તેમણે ભારપૂર્વક કહ્યું, જ્યારે કેટલાક પક્ષોએ ઇતિહાસમાં સરદાર પટેલના યોગદાનને ઓછું કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની દોઢ સો-મી જન્મજયંતી ઉજવીને તેમના વિચારના વારસાને આગામી પેઢીઓ સુધી આગળ વધારવાનો નિર્ણય કર્યો.
સંરક્ષણ મંત્રીએ સરદાર પટેલના ‘રાષ્ટ્રપ્રથમ’ના મુખ્ય મૂલ્ય પર પ્રકાશ પાડતા કહ્યું, તેમના નેતૃત્વ હેઠળ જ ‘પૂર્ણ સ્વરાજ’ – સંપૂર્ણ સ્વરાજ્યની વિભાવના સૌપ્રથમ વ્યાખ્યાયિત કરવામાં આવી હતી. તેમણે સરદાર પટેલના મૂલ્ય અને પ્રેરણા ભારતને એકતામાં જોડી રાખશે અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મદદરૂપ થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.
Site Admin | ડિસેમ્બર 2, 2025 2:55 પી એમ(PM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ભારપૂર્વક જણાવ્યું કે, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દરેક રાજકીય નેતા માટે પ્રેરણાસ્ત્રોત છે.