નવેમ્બર 28, 2025 2:30 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, ભારત વૈશ્વિક ચર્ચાઓને આકાર આપી રહ્યું છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, આજે ભારત વૈશ્વિક ચર્ચાઓને આકાર આપી રહ્યું છે, અને હિન્દ-પ્રશાંત અને ગ્લોબલ સાઉથના દેશો ભારતને એક વિશ્વસનીય ભાગીદાર તરીકે જોઈ રહ્યા છે.
ચાણક્ય સંરક્ષણ સંવાદ (સીડીડી) 2025ને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે બદલાતા વૈશ્વિક વાતાવરણમાં, ભારતનું સ્થાન પણ બદલાઈ રહ્યું છે. ભારતની વધતી જતી અર્થવ્યવસ્થા, નવીનતમ ટેકનોલોજીમાં પ્રગતિ અને સૈદ્ધાંતિક રાજદ્વારી પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાએ તેને સંતુલન, સ્થિર અને જવાબદાર અવાજ તરીકે ઉભરી આવવામાં મદદ કરી છે.
સંરક્ષણ મંત્રીએ ઉમેર્યું ભારત હંમેશા શાંતિ અને સંવાદમાં માને છે, પરંતુ જ્યારે દેશની સાર્વભૌમત્વ અને નાગરિકોની સુરક્ષાની વાત આવે છે, ત્યારે તે કોઈ સમાધાન કરતું નથી. તેમણે કહ્યું કે દેશની સશસ્ત્ર દળોએ વારંવાર તેમની ક્ષમતા અને તૈયારી દર્શાવી છે.
શ્રી સિંહે એમ પણ કહ્યું કે, સુરક્ષિત ભારત વિના વિકસિત ભારત શક્ય નથી, અને મજબૂત ભારત વિના સુરક્ષિત ભારત અશક્ય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે આ બે દિવસીય કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું.