સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રી સજાફરી સજામસોદ્દીન સાથે ત્રીજા ભારત-ઇન્ડોનેશિયા સંરક્ષણ મંત્રી સ્તરીય સંવાદનીસહ-અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ બેઠકમાં પ્રાદેશિક સુરક્ષા વિકાસની સમીક્ષા ઉપરાંત, બહુપક્ષીય મુદ્દાઓ અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવા માટેની નવી શક્યતાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. શ્રી સજામસોદ્દીન ગઈકાલે ભારતની બે દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત બંને દેશો વચ્ચે વધતા સંરક્ષણ સંબંધો અને ભાગીદારીને વિસ્તૃત કરવાની સહિયારી પ્રતિબદ્ધતાનો સંકેત છે.
Site Admin | નવેમ્બર 27, 2025 10:11 એ એમ (AM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રી સજાફરી સજામસોદ્દીન સાથે ત્રીજા ભારત-ઇન્ડોનેશિયાસંરક્ષણ મંત્રી સ્તરીય સંવાદની સહ-અધ્યક્ષતા કરશે