સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે જણાવ્યું, ભગવદ ગીતાનો સંદેશ ભારતની બહાર પણ માનવતા માટે સાર્વત્રિક માર્ગદર્શકનું કાર્ય કરે છે. હરિયાણાના કુરુક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ગીતા પરિષદમાં, તેમણે કહ્યું કે આ ગ્રંથે પેઢી દર પેઢી જીવનને આકાર આપ્યો છે જે યુવાનોને પ્રેરણા આપવા માટે મહત્વપૂર્ણ રહે છે. આ પરિષદ કુરુક્ષેત્ર યુનિવર્સિટી, વિદેશ મંત્રાલય અને કુરુક્ષેત્ર વિકાસ બોર્ડ દ્વારા સ્વધર્મ-કર્તવ્ય પ્રત્યે ભક્તિ, શાંતિ, સદ્ભાવના અને સ્વદેશીની ભાવનાના વિષય પર યોજાઇ હતી.
પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, ભારત શાંતિનું સમર્થન કરે છે. પરંતુ જે લોકોએ આપણી સહિષ્ણુતાને નબળાઈ સમજી લીધી, તેમને ગીતાના સંદેશથી પ્રેરિત ભારતીયોએ ઓપરેશન સિંદૂર દ્વારા યોગ્ય જવાબ આપ્યો છે.
Site Admin | નવેમ્બર 24, 2025 7:52 પી એમ(PM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, ભગવદ ગીતાનો સંદેશ ભારતની બહાર પણ માનવતા માટે સાર્વત્રિક માર્ગદર્શકનું કાર્ય કરે છે