સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આજે ભાર મૂક્યો હતો કે ભારતે વર્ષ 2024-25માં અંદાજે એક લાખ 51 હજાર કરોડ રૂપિયાનું સંરક્ષણ ઉત્પાદન હાંસલ કર્યું છે, જેમાં સંરક્ષણ જાહેર ક્ષેત્રના સાહસો કુલ ઉત્પાદનમાં 71.6 ટકા ફાળો આપે છે. નવી દિલ્હીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે એક અત્યાધુનિક કેન્દ્રીય સુવિધા, સંરક્ષણ જાહેર ક્ષેત્રના સાહસોના ભવનનું ઉદ્ઘાટન કર્યા પછી શ્રી સિંઘે આ મુજબ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે સંરક્ષણ નિકાસ 6 હજાર 695 કરોડ રૂપિયા સુધી પહોંચી છે, જે ભારતની સ્વદેશી પ્રણાલીઓમાં વૈશ્વિક વિશ્વાસ પર ભાર મૂકે છે.
Site Admin | નવેમ્બર 10, 2025 7:53 પી એમ(PM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, વર્ષ 2024-25ના કુલ સંરક્ષણ ઉત્પાદનમાં જાહેર ક્ષેત્રના સાહસોનો 71 ટકા ફાળો