સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે જણાવ્યું કે દરિયાઈ સુરક્ષા ભારત-આસિયાન જોડાણનું કેન્દ્રબિંદુ છે. તેમણે આસિયાન-ભારત દરિયાઈ કવાયતની બીજી આવૃત્તિ માટે સંમત થવા બદલ આસિયાન સભ્ય દેશોની પ્રશંસા કરી. આજે કુઆલાલંપુરમાં આસિયાન-ભારત સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ઉદ્ઘાટન ભાષણ આપતા, શ્રી સિંઘે ભાર મૂક્યો કે દરિયાઈ માર્ગોને સુરક્ષિત કરવા એ દેશની ટોચની પ્રાથમિકતા છે, અને કહ્યું કે ભારતનો અડધાથી વધુ વેપાર દક્ષિણ ચીન સમુદ્ર અને મલક્કા સ્ટ્રેટમાંથી પસાર થાય છે. શ્રી સિંહે જણાવ્યું હતું કે આસિયાન અને ભારત બંનેએ ઝડપી આર્થિક વૃદ્ધિ દર્શાવી છે.
Site Admin | ઓક્ટોબર 31, 2025 7:52 પી એમ(PM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે દરિયાઈ સુરક્ષાને ભારત-આસિયાન જોડાણનું કેન્દ્રબિંદુ ગણાવી