ઓક્ટોબર 30, 2025 2:01 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ આજે મલેશિયા જવા રવાના થશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ આજે મલેશિયાના બે દિવસના પ્રવાસ માટે રવાના થશે, જ્યાં તેઓ આ શનિવારે યોજાનારા આસિયાન અને ભાગીદાર દેશના સંરક્ષણ મંત્રીઓના સંમેલન – A.D.M.N. પ્લસમાં ભાગ લેશે.
સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રીએ કહ્યું, સંમેલનનો ઉદ્દેશ આસિયાનના સભ્ય દેશ અને ભારત વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારી મજબૂત કરવી અને ઍક્ટ ઇસ્ટ નીતિને આગળ વધારવાનો છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ પ્રવાસ દરમિયાન શ્રી સિંઘ આસિયાનના સભ્ય અને ભાગીદાર દેશના સંરક્ષણ મંત્રીઓ તથા મલેશિયાના ઉચ્ચ નેતૃત્વ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી શકે છે.