ઓક્ટોબર 7, 2025 2:52 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાએ ક્રાંતિ સર્જી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા કાર્યવાહી, અસર અને વ્યાપક સ્વીકૃતિના તબક્કા સુધી પહોંચી છે.
આજે નવી દિલ્હીમાં રક્ષા નવાચાર સંવાદમાં સંબોધન કરતાં શ્રી સિંહે કહ્યું કે આજે યુદ્ધો ટેકનોલોજી દ્વારા વધુ સંચાલિત થઈ રહ્યા હોવાથી સરકાર આધુનિક યુદ્ધની બદલાતી ગતિશીલતાથી સંપૂર્ણપણે વાકેફ છે.
તેમણે કહ્યું કે, છેલ્લા દસ વર્ષોમાં, સરકારે દેશમાં સંરક્ષણ સાધનોની સ્વદેશી ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર ભારત હેઠળ અનેક નીતિગત પહેલો હાથ ધરી છે.
શ્રી સિંહે ભાર મૂક્યો કે ભારતના સંરક્ષણ ઉદ્યોગે એક લાખ 50 હજાર કરોડ રૂપિયાનું ઉત્પાદન હાંસલ કર્યું છે, જ્યારે સંરક્ષણ નિકાસ 24 હજાર કરોડ રૂપિયાને વટાવી ગઈ છે.