સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, સરક્રીક વિસ્તારમાં પાકિસ્તાનની કોઈપણ ગેરપ્રવૃતિનો નિર્ણાયક જવાબ અપાશે. આજે ભુજ લશ્કરી મથકે જવાનોને સંબોધતા તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન દેશના સંરક્ષણ નેટવર્કમાં ઘૂસણખોરીના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવવા બદલ ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી.
તેમણે કહ્યું, સશસ્ત્ર દળોની એકતાને કારણે ઓપરેશન સિંદૂર સફળ રહ્યું. આતંકવાદ સામે ભારતની લડાઈ સંપૂર્ણ સંકલ્પ સાથે ચાલુ રહેશે. તેમણે ઉમેર્યું, યુદ્ધ માત્ર શસ્ત્રોથી નહીં મનોબળ, શિસ્ત અને સતત તૈયારી દ્વારા જીતી શકાય છે.
શ્રી સિંહે લશ્કરી મથકે શસ્ત્ર પૂજા કરી હતી. તેમણે વ્યૂહાત્મક ખાડી વિસ્તારમાં ટાઇડલ ઇન્ડિપેન્ડન્ટ બર્થિંગ ફેસિલિટી અને જોઈન્ટ કંટ્રોલ સેન્ટર -JCCનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. આ સુવિધાઓ સંકલિત દરિયાકાંઠાના કામગીરી માટે મુખ્ય સક્ષમકર્તા તરીકે સેવા આપશે અને સંયુક્ત ઓપરેશનલ ક્ષમતાઓ, દરિયાકાંઠાની સુરક્ષા સંકલન અને કોઈપણ ખતરાનો ઝડપી પ્રતિભાવ નોંધપાત્ર રીતે વધારશે. સંરક્ષણ મંત્રીએ સૈનિકો સાથે વાતચીત પણ કરી હતી.
Site Admin | ઓક્ટોબર 2, 2025 7:23 પી એમ(PM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, સરક્રીક વિસ્તારમાં પાકિસ્તાનની કોઈપણ ગેરપ્રવૃતિનો નિર્ણાયક જવાબ અપાશે