સપ્ટેમ્બર 29, 2025 2:21 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આંતરિક અને બાહ્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે વાસ્તવિક સમયની તૈયારીની જરૂરિયાત પર ભાર મૂક્યો

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આંતરિક અને બાહ્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે વાસ્તવિક સમયની તૈયારીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
આજે નવી દિલ્હીમાં ભારતીય કોસ્ટ ગાર્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં સંબોધન કરતા શ્રી સિંહે કહ્યું કે, સંરક્ષણ દળોએ બહુપરીમાણીય સુરક્ષા જોખમોનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ.
આજના સમયમાં પડકારો વધુ ગતિશીલ હોવાથી તેમણે સ્વચાલિત પ્રતિભાવ પ્રણાલીઓને એકીકૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ઇલેક્ટ્રોનિક યુદ્ધ આજે એક વાસ્તવિકતા બની ગયું હોવાનું તેમણે કહ્યું હતું.