સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં આર્મી હેડક્વાર્ટર ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન કર્યું. આ પ્રસંગે શ્રી સિંહે કહ્યું કે ‘સ્વચ્છ ભારત અભિયાન’ જે રીતે ક્રાંતિના રૂપમાં દેશના દરેક વ્યક્તિ સુધી પહોંચ્યું છે તે અદ્ભુત છે. તેમણે ઉમેર્યું કે દેશ આજે તે ક્રાંતિના ભાગરૂપે સ્વચ્છતા દિવસની ઉજવણી કરી રહ્યું છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ આજે નવી દિલ્હીમાં સ્વચ્છતા હી સેવા 2025 અભિયાનમાં જોડાયા. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી નડ્ડાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત થઈને, સ્વચ્છતાનું દરેક કાર્ય સ્વચ્છ ભારત પ્રત્યેની આપણી સહિયારી ફરજને શ્રદ્ધાંજલિ છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ રાષ્ટ્રીય રાજધાનીના કાલિંદી કુંજ ઘાટ ખાતે સ્વચ્છતા અભિયાનમાં ઉપસ્થિત રહ્યા.