સપ્ટેમ્બર 19, 2025 8:06 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું ઓપરેશન સિંદૂરમાં ભારતીય દળોએ દર્શાવેલી હિંમત એ સ્પષ્ટ પુરાવો છે કે વિજય હવે દેશ માટે આદત બની ગઇ છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય દળો દ્વારા દર્શાવવામાં આવેલ સંકલન અને હિંમત એ સ્પષ્ટ પુરાવો છે કે વિજય હવે દેશ માટે અપવાદ નથી, પરંતુ એક આદત બની ગઈ છે.
શ્રી સિંહ આજે નવી દિલ્હીમાં 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધની 60મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત સ્મારક સમારોહમાં નિવૃત્ત સૈનિકો અને યુદ્ધ શહીદોના પરિવારો સાથે વાતચીત કરી હતી.
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે યુદ્ધો ફક્ત યુદ્ધના મેદાનમાં લડવામાં આવતા નથી, પરંતુ વિજય સમગ્ર રાષ્ટ્રના સામૂહિક સંકલ્પનું પરિણામ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.