સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું છે કે વૈશ્વિક મંચ પર ભારતનું કદ વધી રહ્યું છે. નવી દિલ્હીમાં બે દિવસના રાષ્ટ્રીય પરિષદ મંથન ૨૦૨૫ ના ઉદ્ઘાટન સત્રને સંબોધતા તેમણે આ વાત કહી. શ્રી સિંઘે ભાર મૂક્યો કે જ્યારે પ્રયાસો અને કાર્યો રાષ્ટ્રીય હિત સાથે સુસંગત હોય છે, ત્યારે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત થશે. તેમણે ભારતીય સંરક્ષણ સંપત્તિ સેવા- IDES ના અધિકારીઓને ભારતને વિકસિત દેશમાં રૂપાંતરિત કરવાના સરકારના સંકલ્પ સાથે સુમેળમાં કેન્ટોનમેન્ટ બોર્ડને અદ્યતન, હરિયાળા અને ટકાઉ શહેરી માળખામાં વિકસાવવા પ્રયત્નશીલ રહેવા અને વર્ષ 2035 સુધીમાં લક્ષ્ય પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખવા હાકલ કરી.
IDES અધિકારીઓની પ્રશંસા કરતા શ્રી સિંઘે નોંધ્યું કે, સશસ્ત્ર દળો સાથે સહયોગમાં સેવા 18 લાખ એકરથી વધુ સંરક્ષણ જમીનનું સંચાલન કરી રહી છે અને સમગ્ર દેશમાં 61 કેન્ટોનમેન્ટમાં રહેતા નાગરિકોના કલ્યાણની ખાતરી કરી રહી છે. તેમણે સેવા વિતરણને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને નાગરિક-મૈત્રીપૂર્ણ બનાવવા પ્રણાલી અને પ્રક્રિયાઓને સતત અદ્યતન કરીને આધુનિક શહેરો જેવા કેન્ટોનમેન્ટ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
Site Admin | સપ્ટેમ્બર 18, 2025 8:04 પી એમ(PM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું વૈશ્વિક મંચ પર ભારતનું કદ વધી રહ્યું છે