સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ખરીદી નિયમો 2025ને મંજૂરી આપી છે. જે અંતર્ગત, સશસ્ત્ર દળોના મહેસૂલ ઉત્પાદનને ઝડપી બનાવવામાં આવશે, જેથી સ્થાનિક ઉદ્યોગોને સક્ષમ બનાવી શકાય, નવીનતાને પ્રોત્સાહન આપી શકાય અને સરળ પ્રક્રિયાઓ દ્વારા ઉદ્યોગસાહસિકતાને ટેકો આપી શકાય.સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, સુધારેલ દસ્તાવેજ યુદ્ધના આધુનિક યુગમાં સશસ્ત્ર દળોની વધતી જતી જરૂરિયાતોને પૂર્ણ કરશે અને ત્રણેય દળો વચ્ચે એકતાને પ્રોત્સાહન આપશે. ઝડપી નિર્ણયો લઈને ઉચ્ચતમ સ્તરની લશ્કરી તૈયારી જાળવવામાં પણ મદદ કરશે. મંત્રાલયે જણાવ્યું કે નવી માર્ગદર્શિકામાં વ્યવસાય કરવાની સરળતાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય સંરક્ષણ ઉત્પાદન અને ટેકનોલોજીમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો છે.સંરક્ષણ મંત્રાલય હેઠળ સંરક્ષણ સેવાઓ અને અન્ય સંગઠનોના માલ અને સેવાઓની ખરીદી આ માર્ગદર્શિકા દ્વારા નિયંત્રિત થાય છે. જે છેલ્લે 2009માં જાહેર કરવામાં આવી હતી.
Site Admin | સપ્ટેમ્બર 15, 2025 11:55 એ એમ (AM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ખરીદી નિયમો 2025ને મંજૂરી આપી
