ઓગસ્ટ 27, 2025 2:17 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, અણધારી ભૂ-રાજકીય સ્થિતીને ધ્યાનમાં રાખીને, સશસ્ત્ર દળોએ ટૂંકા અને લાંબા ગાળાના સંઘર્ષો માટે તૈયાર રહેવું જોઈએ.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે જણાવ્યું હતું કે, અણધારી ભૂ-રાજકીય સ્થિતીને ધ્યાનમાં રાખીને, સશસ્ત્ર દળોએ ટૂંકા ગાળાના સંઘર્ષોથી લઈને પાંચ વર્ષના યુદ્ધ સહિત તમામ પ્રકારના સુરક્ષા પડકારો માટે તૈયાર રહેવું જોઈએ.
મધ્યપ્રદેશના મહુમાં આર્મી વોર કોલેજ ખાતે ‘રણ સંવાદ’માં સંબોધનમાં તેમણે કહ્યું, આજના યુગમાં, યુદ્ધો એટલા અચાનક અને અણધાર્યા બની ગયા છે કે કોઈપણ યુદ્ધ ક્યારે સમાપ્ત થશે અને કેટલો સમય ચાલશે તેની આગાહી કરવી ખૂબ મુશ્કેલ છે.