ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 26, 2025 10:46 એ એમ (AM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે વિશાખાપટ્ટનમાં નૌકાદળનું અદ્યતન યુદ્ધ જહાજ ઉદયગીરી અને હિમગિરીનું પ્રક્ષેપણ કરશે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ભારતીય નૌકાદળ આજે વિશાખાપટ્ટનમના નૌકાદળ મથક પર અદ્યતન સ્ટીલ્થ યુદ્ધ જહાજ ઉદયગીરી અને હિમગિરીનું પ્રક્ષેપણ કરશે.
આ પહેલી વાર હશે જ્યારે બે અલગ અલગ શિપયાર્ડમાં બનેલા બે અગ્રણી સપાટી યુદ્ધ જહાજનું એકસાથે પ્રક્ષેપણ કરવામાં આવશે, જે ભારતના પૂર્વીય દરિયા કિનારાના વધતા દરિયાઈ મહત્વ પર ભાર મૂકે છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ બંને જહાજોમાં ડિઝાઇન, શસ્ત્રો અને સેન્સર સિસ્ટમમાં નોંધપાત્ર સુધારાઓ છે, જે તેમને દરિયાઈ મિશનની સંપૂર્ણ શ્રેણીને કાર્યક્ષમ રીતે હાથ ધરવા સક્ષમ બનાવે છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે ઉદયગિરી અને હિમગિરીનું પ્રક્ષેપણ નૌકાદળની લડાઇ ક્ષમતામાં વધારો કરશે અને યુદ્ધ જહાજની ડિઝાઇન અને બાંધકામમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના ભારતના સંકલ્પને પૂર્ણ કરશે.