ઓગસ્ટ 24, 2025 7:34 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારત તેના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન ગગનયાન માટે સંપૂર્ણપણે તૈયાર.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત તેના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન ગગનયાન માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે કહ્યું કે આ ફક્ત એક તકનીકી સિદ્ધિ નથી પરંતુ આત્મનિર્ભર ભારત તરફ એક નવો અધ્યાય છે. શ્રી સિંહે નવી દિલ્હીમાં ગગનયાનના યાત્રિકો માટે આયોજિત સન્માન સમારોહમાં આ વાત કહી. આ યાત્રિકોમાં ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા, પ્રશાંત બાલકૃષ્ણન નાયર, અજિત કૃષ્ણન અને અંગદ પ્રતાપનો સમાવેશ થાય છે.
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ભારત માત્ર અવકાશમાં ઉપગ્રહો મોકલી રહ્યું નથી, પરંતુ ભારતે અવકાશના ક્ષેત્રમાં સમગ્ર વિશ્વને પોતાની તાકાત બતાવી છે. તેમણે કહ્યું કે ભારત ચંદ્રથી મંગળ સુધી પોતાની હાજરી નોંધાવી ચૂક્યું છે.