સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે જણાવ્યું કે ભારત તેના પ્રથમ માનવ અવકાશ મિશન, ગગનયાન માટે સંપૂર્ણપણે સજ્જ છે, અને આ ફક્ત એક તકનીકી સિદ્ધિ નથી, પરંતુ આત્મનિર્ભર ભારતની યાત્રામાં એક નવો અધ્યાય છે. સંરક્ષણ મંત્રીએ નવી દિલ્હીમાં ગગનયાત્રીના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા, પ્રશાંત બાલકૃષ્ણન નાયર, અજિત કૃષ્ણન અને અંગદ પ્રતાપના સન્માન સમારોહને સંબોધતા આ વાત કહી હતી, શુભાંશુ શુક્લ સહિત ચારને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા છે. શ્રી સિંહે કહ્યું કે ભારતનું યોગદાન ફક્ત અવકાશમાં ઉપગ્રહો મોકલવાનું નથી પરંતુ દેશે વિશ્વને બતાવ્યું છે કે તે માટે ભારત સંપૂર્ણ સક્ષમ છે. મંત્રીએ કહ્યું કે ભારત અવકાશને ફક્ત સંશોધન ક્ષેત્ર તરીકે જોતું નથી, પરંતુ આવતીકાલ માટે અર્થતંત્ર, સુરક્ષા, ઊર્જા અને માનવતાના ભવિષ્યની ચાવી તરીકે જુએ છે.
ગ્રુપ કેપ્ટન શુક્લાની અવકાશ યાત્રા પર પ્રકાશ પાડતા શ્રી સિંહે કહ્યું કે સામાન્ય રીતે અવકાશ કાર્યક્રમની તાલીમ ઘણી લાંબી હોય છે, જેમાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે, પરંતુ શુભાંશુ શુક્લાએ માત્ર અઢી મહિનામાં તાલીમ પૂર્ણ કરી. તેમણે કહ્યું કે આ સિદ્ધિ માત્ર તેમની વ્યક્તિગત ક્ષમતાની સાક્ષી નથી પણ ભારતીયોના મહેનતુ મનનું પ્રતીક પણ છે.