ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 22, 2025 7:59 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, ભારત સ્થાનિક એન્જિન સાથે પાંચમી પેઢીના લડાયક વિમાન બનાવશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, ભારત નવીનતા અને ટેકનોલોજી વિકાસને પ્રોત્સાહન આપીને એક મજબૂત સંરક્ષણ ઇકોસિસ્ટમ બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત ભારતીય કંપનીઓના વિકાસ માટે પણ અનુકૂળ વાતાવરણ બનાવી રહ્યું છે. શ્રી સિંહે કહ્યું કે દેશ પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ બનાવવા અને એરક્રાફ્ટ એન્જિન બનાવવા તરફ આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે ફ્રેન્ચ કંપની સફ્રાન સાથે દેશમાં એન્જિન ઉત્પાદન શરૂ થવા જઈ રહ્યું છે. આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં, સંરક્ષણ મંત્રીએ કહ્યુંકે સરકારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને રૂ. 66 હજાર કરોડના ખર્ચે 97 તેજસ ફાઇટર એરક્રાફ્ટ બનાવવા માટે એક નવો ઓર્ડર મંજૂર કર્યો છે. તેમણે કહ્યું કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને સૌપ્રથમ રૂ. 48 હજાર કરોડના ખર્ચે 83 વિમાન બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
શ્રી સિંહે તમામ વિદેશી કંપનીઓ અને રોકાણકારોને દેશના જીવંત સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું. શ્રી સિંહે કહ્યું કે સંરક્ષણ ક્ષેત્રમાં નવીનતા અને ટેકનોલોજી વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સરકાર ખાનગી ક્ષેત્રના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડી રહી છે. ભારતમાં ફાઇટર એરક્રાફ્ટ,હેલિકોપ્ટર, ટેન્ક અને સબમરીન સહિતના મેગા સંરક્ષણ કાર્યક્રમોના ઉત્પાદન માટે તકોના દરવાજા ખુલ્યા છે. તેમણે કહ્યું કે સરકાર આગામી વર્ષોમાં સ્થાનિક ખાનગી કંપનીઓને વૈશ્વિક દિગ્ગજ બનવામાં મદદ કરશે.