સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, ઑપરેશન સિંદૂરની સફળતામાં સૈન્ય તંત્ર વ્યવસ્થાએ નિર્ણાયક ભૂમિકા ભજવી.ગઈકાલે વડોદરાની ગતિશક્તિ વિશ્વ-વિદ્યાલયના ત્રીજા પદવીદાન સમારોહને વર્ચ્યૂઅલ માધ્યમથી સંબોધતા શ્રી સિંઘે આ વાત કહી.તેમણે કહ્યું, ભારતે ગત 11 વર્ષમાં માળખાગત સુવિધામાં નોંધપાત્ર વિકાસ કર્યો છે અને આ પરિવર્તનનો પાયો પાયાના પરિવર્તન અને મિશન-મૉડ પરિયોજનાના માધ્યમથી નાખવામાં આવ્યો છે.શ્રી સિંઘે ગતિશક્તિ વિશ્વ-વિદ્યાલયની ભૂમિકાને મહત્વની ગણાવતા કહ્યું, જે ગતિથી યુવાનો દેશને શક્તિ આપી રહ્યા છે તે પ્રશંસનીય છે.
Site Admin | જુલાઇ 28, 2025 9:29 એ એમ (AM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, ઑપરેશન સિંદૂરની સફળતામાં સૈન્ય તંત્ર વ્યવસ્થાએ નિર્ણાયક ભૂમિકા ભજવી