સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, “ઑપરેશન સિંદૂર” દરમિયાન સ્થાનિક સાધનોની ક્ષમતાના પ્રદર્શનથી સ્વદેશી ઉત્પાદનોની વૈશ્વિક માગમાં વધારો થયો છે. તેમણે કહ્યું, સમગ્ર વિશ્વ ભારતના સંરક્ષણ ક્ષેત્રને નવા સન્માન સાથે જોઈ રહ્યું છે. શ્રી સિંઘ આજે નવી દિલ્હીમાં સંરક્ષણ હિસાબ વિભાગ- D.A.D.ના નિયંત્રકોના સંમેલનને સંબોધી રહ્યા હતા.
ત્રણ દિવસના આ સંમેલનનો વિષય “સંરક્ષણ નાણા અને અર્થશાસ્ત્ર દ્વારા નાણાકીય સલાહ, ચૂકવણી, હિસાબ, પરીક્ષામાં ફેરફાર” છે. સંરક્ષણ મંત્રીએ સંરક્ષણ ક્ષેત્રમાં આવી રહેલા પરિવર્તનનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વને આપ્યું. શ્રી સિંઘે કહ્યું, મોટા ભાગની આયાત કરનારા સાધન હવે ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છે. સંરક્ષણ ક્ષેત્રે ભારતના ઉદ્યોગોની વૈશ્વિક માગમાં પરિવર્તન માટે તૈયાર રહેવું જોઈએ અને નિકાસ તથા નવીનતામાં મોટી ભૂમિકા ભજવવી જોઈએ, તેમ શ્રી સિંઘે ઉમેર્યું.
Site Admin | જુલાઇ 7, 2025 8:12 પી એમ(PM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, “ઑપરેશન સિંદૂર” બાદ સ્વદેશી ઉત્પાદનોની વૈશ્વિક માગમાં વધારો થયો