જુલાઇ 7, 2025 1:37 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે, ભારતના સંરક્ષણ મંત્રાલયનું બજેટ અનેક દેશોને જીડીપી કરતાં વધુ છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે, ભારતના સંરક્ષણ મંત્રાલયનું બજેટ અનેક દેશોનાં જીડીપી કરતાં વધુ છે. શ્રી સિંહે નવી દિલ્હીમાં કન્ટ્રોલર્સ કોન્ફરન્સ, 2025નું ઉદઘાટન કરતા આ મુજબ જણાવ્યું.
આ ત્રણ દિવસીય પરિષદનું આયોજન સંરક્ષણ હિસાબ વિભાગ (DAD) દ્વારા કરવામાં આવ્યું છે.
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં આઠ ઉચ્ચ-સ્તરીય વેપાર સત્રો હશે, જેમાં બજેટ અને હિસાબમાં સુધારા, આંતરિક ઓડિટ પુનર્ગઠન, સહયોગી સંશોધન, કિંમત નિર્ધારણ નવીનીકરણ અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.