જૂન 26, 2025 1:58 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આતંકવાદને પ્રાદેશિક શાંતિ માટે સૌથી મોટું જોખમ ગણીને તેની વિરુદ્ધ સંયુક્ત વૈશ્વિક કાર્યવાહી કરવાની માંગ કરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આતંકવાદ અને ઉગ્રવાદને પ્રાદેશિક શાંતિ માટે સૌથી મોટાં જોખમ ગણીને તેની વિરુદ્ધ સંયુક્ત વૈશ્વિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
શાંઘાઇ સહકાર સંગઠન-SCOનાં સંરક્ષણ મંત્રીઓની બેઠકને સંબોધતા શ્રી સિંઘે જણાવ્યું કે, શાંતિ અને સમૃધ્ધિનું ત્રાસવાદ સાથે સહ અસ્તિત્વ ન હોઈ શકે. 26 નાગરિકોના જીવ લેનાર પહેલગામ આતંકી હૂમલાનો ઉલ્લેખ કરતા શ્રી સિંઘે જણાવ્યું કે, ભારતે ઓપરેશન સિંદુર દ્વારા સરહદ પારના માળખાનો નાશ કરવા સ્વરક્ષણનાં તેનાં અધિકારનો પ્રયોગ કર્યો.
સંરક્ષણ મંત્રીએ એસસીઓના સભ્ય દેશોને બેવડાં ધોરણો દૂર કરીને ત્રાસવાદના પ્રાયોજકોને જવાબદાર ઠેરવવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું કે, કેટલાંક દેશો નીતિનાં સાધન તરીકે સરહદ પારનાં ત્રાસવાદનો ઉપયોગ કરે છે અને ત્રાસવાદીઓને આશરો આપે છે.
વર્તમાન ભૂરાજકીય સ્થિતિમાં SCOની ભૂમિકા પર પ્રકાશ પાડતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે, આ દેશો વૈશ્વિક જીડીપીમાં 30 ટકા અને વૈશ્વિક વસ્તીમાં 40 ટકા હિસ્સો ધરાવે છે.