સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ચીનના કિંગદાઓ ખાતે યોજાનારી શાંઘાઇ સહકાર સંગઠન- એસસીઓ સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. શ્રી સિંહ ગઈ કાલે સાંજે ચીન પહોંચ્યા હતા. આ બેઠક દરમિયાન સંરક્ષણ મંત્રીઓ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા, આતંકવાદ વિરોધી પ્રયાસો અને સહયોગ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે.
શ્રી રાજનાથ સિંહ SCO ના સિધ્ધાંતો અને આદેશ પ્રત્યે ભારતની મજબૂત પ્રતિબધ્ધતા પર ભાર મૂકે તેવી સંભાવના છે. આ બેઠકથી અલગ સંરક્ષણ મંત્રી ચીન અને રશિયા સહિતનાં કેટલાંક દેશોના સંરક્ષણ મંત્રીઓ સાથે દ્વીપશ્રીય ચર્ચા પણ કરશે.
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એ 2001 માં સ્થપાયેલી આંતરસરકારી સંસ્થા છે. ભારત 2017માં તેનું પૂર્ણ સભ્ય બન્યું હતું. તેનાં વર્તમાન સભ્યોમાં કઝાકિસ્તાન, ચીન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ઈરાન, બેલારુસ અને ભારતનો સમાવેશ થાય છે.
Site Admin | જૂન 26, 2025 9:27 એ એમ (AM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ચીનના કિંગદાઓ ખાતે યોજાનારી શાંઘાઇ સહકાર સંગઠન- એસસીઓ સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે.