સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર એ છેલ્લા અનેક દાયકાઓથી પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરથી નિકાસ થઈ રહેલા આતંકવાદ સામે ભારતનો અદમ્ય અને મજબૂત જવાબ છે. શ્રીનગરમાં સેનાના 15 કોર્પ્સ બદામી બાગ કેન્ટોનમેન્ટ ખાતે સૈનિકોને સંબોધતા, તેમણે ઓપરેશન સિંદૂરને અમલમાં મૂકતી વખતે ભારતીય સશસ્ત્ર દળોની તેમની બહાદુરી અને ઝીણવટભર્યા કાર્યની પ્રશંસા કરી. તેમણે કહ્યું ઓપરેશન સિંદૂર આતંકવાદ સામે ભારતની સૌથી મોટી કાર્યવાહી છે.
સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાનના હાથમાં રહેલા પરમાણુ શસ્ત્રોની સલામતી પર પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે કહ્યું કે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીની દેખરેખ હેઠળ લેવા જોઈએ.