મે 8, 2025 7:09 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે દેશના સશસ્ત્ર દળોને તેમની કાર્યવાહી, હિંમત અને બહાદુરી દર્શાવવા બદલ અભિનંદન આપ્યા

ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂરમાં ઉચ્ચ ગુણવત્તાવાળા સાધનોનો ઉપયોગ કર્યો છે જેના પરિણામે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું કે, સશસ્ત્ર દળોએ જે રીતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો તે દેશ માટે ગર્વની વાત છે. આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગુણવત્તા સંમેલનમાં, શ્રી સિંઘે દેશના સશસ્ત્ર દળોને તેમની કાર્યવાહી, હિંમત અને બહાદુરી દર્શાવવા બદલ અભિનંદન આપ્યા.