ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી એન્ડ્રે બેલુસોવ આજે લશ્કરી સહકાર મુદ્દે બેઠક કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમકક્ષ આન્દ્રે બેલોસોવ આજે મોસ્કોમાં સૈન્ય અને સૈન્ય ટેક્નિકલ સહકાર અંગે ભારત-રશિયા આંતર-સરકારી આયોગની 21મી બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. બંને નેતાઓ સૈન્યથી સૈન્ય અને ઔદ્યોગિક સહયોગ સહિત સંરક્ષણ ક્ષેત્રે બંને દેશ વચ્ચેના બહુપક્ષીય સંબંધોની સમગ્ર શ્રેણીની સમીક્ષા તથા પરસ્પર હિતના સમકાલીન પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર
પણ વિચારોનું આદાન-પ્રદાન કરશે.