સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આવતીકાલથી રશિયાની સત્તાવાર મુલાકાતે જશે. ત્રણ દિવસની મુલાકાત દરમિયાન,સંરક્ષણ મંત્રી અને તેમના રશિયન સમકક્ષ આન્દ્રે બેલોસોવ મોસ્કોમાં સૈન્ય અને લશ્કરી ટેકનિકલ સહકાર પર ભારત-રશિયા આંતર-સરકારી આયોગની 21મી બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. બંને નેતાઓ સૈન્યથી સૈન્ય અને ઔદ્યોગિક સહયોગ સહિત સંરક્ષણ ક્ષેત્રે બંને દેશો વચ્ચેના બહુ-આયામી સંબંધોની સંપૂર્ણ શ્રેણીની સમીક્ષા કરશે. શ્રી સિંહ 9 ડિસેમ્બરે કેલિનિનગ્રાડમાં યંત્ર શિપયાર્ડ ખાતે ભારતીય નૌકાદળના નવીનતમ મલ્ટી-રોલ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ ‘INS તુશીલ’ને પણ સામેલ કરશે. નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી આ સમારોહમાં તેમની સાથે રહેશે. આ ઉપરાંત સંરક્ષણ મંત્રી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શહીદ થયેલા સોવિયેત સૈનિકોના સન્માન માટે મોસ્કોમાં ‘અજાણ્યા સૈનિકોના સમાધિ’ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. તેમજ ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરશે.
Site Admin | ડિસેમ્બર 7, 2024 2:52 પી એમ(PM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આવતીકાલથી રશિયાની સત્તાવાર મુલાકાતે જશે
